શિયાળાની સીઝનમા, તમે કદાચ વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી,રહેતા હશો પરેશઆન,તો તેને દૂર કરવા જાણો, ઘરેલુ ઉપાય…

શિયાળાની સીઝનમા તમે કદાચ વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશઆન રહેતા હશો. તો તમે અનેક ઉપાયો બાદ પણ તેને ખતમ કરી શકતા નથી તો અમે આજે તમને અહીં કેટલાક ખાસ અને ઘરેલૂ નુસખા જણાવી રહ્યા છીએ

ટી ટ્રી ઓઈલ કરો ટ્રાય

તેમાં એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનાથી ડેન્ડ્રફના લક્ષણોને ઓછું કરવામાં મદદ મળે છે.

નારિયેળ તેલ

નારિયેળ તેલ સ્કીન અને વાળના સૂકા થવાની સમસ્યામાં રાહત આપે છે.  નારિયેળ તેલમાં જો અલોવેરા મિક્સ કરી લેવાય તો વાળ શાઈની અને મજબૂત બને છે.

એલોવેરા

એલોવેરા એક રામબાણ ઈલાજ છે. તેના ઉપયોગથી વાળ અને સ્કીન બંને સ્વસ્થ રહે છે.

એપ્પલ સાઈડર વિનેગર

એપ્પલ સાઈડર વિનેગર એટલે કે સફરજનનું વિનેગર, તેને તમે વાળના ડેન્ડ્રફને દૂર કરવામાં ઉપયોગમાં લઈ શકો છો. વિનેગરનો ઉપયોગ સ્કીનના ડેડ ભાગને હટાવીને વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે.

દહીં

દહીંમાં લીંબુના થોડા ટીપા મિક્સ કરો. આ પેસ્ટને સ્કેલ્પ પર થોડી વાર લગાવી રાખો અને સાથે આ ઉપાય અઠવાડિયામાં 2થી 3 વાર કરો. તમારા વાળ સિલ્કી બનશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.