લખનઉ: મંદિરોના પ્રશાસન સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે, શું ઉત્તર પ્રદેશમાં જંગલ રાજ છે? ત્યાંના વકીલોને કેમ ખબર નથી કે કયા નિયમ અંતર્ગત કામ કરવામાં આવે છે. કોર્ટે આ સાથે એવું પણ પૂછ્યું છે કે, સરકાર કયા કાયદા અંતર્ગત મંદિર અને તેમની સંસ્થાઓ પર નજર રાખી રહી છે.
સુપ્રીમ કોર્ટના આ આકરા પ્રહાર સામે ઉત્તર પ્રદેશ સરકારના વકીલોની બોલતી બંધ થઈ ગઈ છે. વકીલ તરફથી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવા માટે અમુક સમય માંગવામાં આવ્યો છે. વકીલો એ પણ નથી જણાવી શક્યા કે, કયા કાયદા અંતર્ગત મંદિરના પ્રશાસન પર નજર રાખવામાં આવી રહી છે.
આ કેસ બુલંદશહરના એક મંદિર સાથે જોડાયેલો છે. ત્યાં મંદિર પ્રશાસન પર દાનનો દૂરઉપયોગ થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે આ આરોપ લાગ્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશની સરકારે મંદિરને ચલાવવા માટે એક બોર્ડ બનાવ્યું હતું. પરંતુ તેનાથી પણ વાતનો ઉકેલ ન આવ્યો અને કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં મંદિર તરફથી ઉત્તર પ્રદેશની સરકાર સામે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સરકારનો આ નિર્ણય ખોટો છે અને મંદિરનું બોર્ડ બનાવવામાં કોઈ કાયદાનું પાલન કરવામાં આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.