ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે બુધવારથી શનિવાર સુધી એમ ચાર દિવસનો જ સમય બાકી રહ્યો છે. તેવામાં કોંગ્રેસમાંથી ઉમેદવારોએ ફોર્મ ભરવાનુ શરૂ કર્યું છે જ્યારે ભાજપના બુધવારે જિલ્લાદીઠ સંસ્થા અનુસાર ૬,૪૩૩ ઉમેદવારોની યાદીઓ જાહેર કરશે.
ગુજરાતમાં પંચાયતી રાજ અમલમા આવ્યા બાદ પહેલીવાર અમદાવાદ જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનું પ્રમુખપદ આદિજાતિ- ST સભ્ય માટે અનામત રહેતા આ ત્રણેય જિલ્લા પંચાયતોમાં ભાજપ ST રિઝર્વ બેઠક ઉપરાંત સામાન્ય બેઠક ઉપરથી પણ ST ઉમેદવારને ચૂંટણી લડાવશે તેમ મનાય છે.
ચૂંટણી આયોગે આપેલી માહિતી મુજબ ૩૧ જિલ્લા પંચાયતોની ૯૮૦ બેઠકો ઉપર ૨૯, ૨૩૧ તાલુકા પંચાયતોના ૪,૭૭૩ બેઠકો માટે ૧૫૯ અને ૮૧ નગર પાલિકાઓના ૬૮૦ બેઠકો માટે ૨૨૧થી વધારે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.