અમરેલી જિલ્લા સહિત ગુજરાત, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં સાધુનો વેશ ધરીને ફરનારા હરિયાણાના હિસારના પૂર્વ ધારાસભ્ય અને તેના પરિવારના આઠ લોકોની હત્યા નિપજાવનારા શખસને અંબાલા પોલીસે મેરઠમાંં ઝડપી લીધો છે.
અમરેલીના એસપી નીર્લીપ્ત રાયે જણાવ્યું કે, હિસારના બરવાલામાં પૂર્વ વિધાયક રેલુ રામ અને તેની પત્ની તેમજ પરિવારના ૬ સભ્યો મળીને કુલ આઠ વ્યક્તિઓના નૃસંશ નરસંહારમાં દોષી ઠરાવવામાં આવેલો હતો.
આ આરોપીને અંબાલા એસટીએફની ટીમ દ્વારા મેરઠમાં નેશનલ હાઈવે પરી આબાદ રીતે ઝડપી પાડવામાં આવ્યો છે. અંબાલા પોલીસે આરોપી પકડાયા બાદ અમરેલી જિલ્લા પોલીસનો સંપર્ક સાધતા છતડીયામાં રહેતો આ સાધુ આઠ લોકોનો હત્યારો હોવાનું ખૂલતા ખળભળાટ મચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.