વડોદરાની એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રીસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેનું વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજુરી માટે યુએસ એફડીએ સમક્ષ માગણી કરાઇ હતી. જેને યુએસ એફડીએ દ્વારા મંજુરી આપવામાં આવી છે.
આગામી ટુંક સમયમાં કંપની દ્વારા અમ્બ્રાલિસિબ (યુકોનિક) નામથી લીમ્ફોમા અને ફોલિક્યુલર લીમ્ફોમા માટે લોન્ચ કરવામાં આવનાર છે. વડોદરાની એલેમ્બ્કિ ફાર્મસ્યુટિકલ્સની નોવેલ ડ્રગમાં રીસર્ચ કરતી કંપની રાઇઝેન ફાર્માસયુટિક્સ એજી દ્વારા બ્લડ કેન્સરની સારવારમાં એક નવી દવાનંુ સંશોધન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.