ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની અને રોહિત રેડ્ડીના ઘરે દિકરાનો જન્મ થયો છે.
અનીતાએ મંગળવારે એક સુંદર બેબી બોયને જન્મ આપ્યો છે અને રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી તસવીર શૅર કરી છે. રોહિતે પોતાની અને અનીતાની એક તસવીર શૅર કરી હતી અને કેપ્શન લખ્યુ હતુ કે દિકરો થયો છે.
અનીતાએ એક વીડિયો શૅર કર્યો અને કહ્યું હતું કે તે મા બનવાની છે. આ પહેલી વાર હતુ જ્યારે અનીતાએ બેબી બંપ ફ્લોન્ટ કર્યુ હતું. તે બાદ અનીતાએ પોતાની પ્રેગનેન્સીની સમગ્ર જાણકારી સોશ્યલ મિડીયા દ્વારા આપી હતી.
કેટલાક દિવસ પહેલા અનીતાએ કહ્યું હતું કે હું ટ્રાયમિસ્ટર છું. ડિલીવરીની ડેટ જલ્દી જ આવવાની છે. હું ખુબ જ એક્સાઇટેડ છુ અને નર્વસ તેમજ સ્ટ્રેસ્ડ પણ છું.
અનીતાનું ફિલ્મી કરિયર કંઇ ખાસ રહ્યું નથી પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીમાં છાપ છોડવા પર તે સફળ રહી હતી. અનીતાએ યે હૈ મોહાબ્બતે, કાવ્યાંજલિ, ક્યોંકી સાસ ભી કભી બહુ થી અને કમ જેવા સુપરહિટ ટીવી શોનો હિસ્સો રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.