સ્કોલરશીપની મદદ કરવાનું કહી, લંપટે વિદ્યાર્થિનીને, પોતાની પ્રેમજાળમાં ફસાવવાનો, કર્યો હતો પ્રયાસ

શહેરમાં રહેતી 19 વર્ષની ગરીબ પરિવારની વિદ્યાર્થિની (Student)ને અભ્યાસ માટે સ્કોલરશીપની ખૂબ જરૂર હતી. તેવામાં તેમની ચાલીમાં રહેતો સેમસન ક્રિશ્ચિયન કાયદાકીય જ્ઞાનના પ્રોત્સાહન માટે પત્રિકા વહેંચવા આવ્યો હતો. બાદમાં તેના પર વિશ્વાસ આવતા 19 વર્ષીય વિદ્યાર્થિની તેની ઓફિસે ગઈ હતી.

જ્યાં તેને સ્કોલરશીપ ની મદદ કરવાનું કહી આ લંપટે વિદ્યાર્થિનીને પોતાની પ્રેમજાળ માં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તે વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં બેસાડી રાખતો હતો. આ ઉપરાંત તેની એઠી કોફી પણ પીવડાવતો હતો.

વર્ષ 2020ના નવેમ્બર મહિનામાં તેમની ચાલીમાં એક વ્યક્તિ પત્રિકા વહેંચવા માટે આવ્યો હતો. જેણે વિદ્યાર્થિનીના સમાજને ઉજાગર થાય તે સારું કાયદાકીય જ્ઞાનના પ્રોત્સાહન માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. સેમસન ક્રિશ્ચિયન નામના વ્યક્તિએ પોતાનું વિઝિટિંગ કાર્ડ અને મોબાઈલ નંબર સાથેની પત્રિકા આપી હતી. ત્યારબાદ ત્રીજી નવેમ્બરના રોજ આ વિદ્યાર્થિની તેના ફોઈ સાથે સેમસનની ઓફિસે ગઈ હતી. જ્યાં તેઓએ સમાજને મદદ કરવાની ભાવના હોવાનું જણાવી વિદ્યાર્થિનીનો વિશ્વાસ જીત્યો હતો.

વિદ્યાર્થિની સેમસનની ઓફિસે જાય ત્યારે તેનો ફોન પણ લઈ લેતો હતો. કોઈના ફોન પણ ઉપાડવા દેતો ન હતો. જો કોઈનો ફોન આવે તો તે નંબર નોંધી લેતો હતો. મોડી રાત સુધી વિદ્યાર્થિનીને ઓફિસમાં જ બેસાડી રાખતો હતો. વિદ્યાર્થિની તેના ફોઈને સાથે લઈ જતી ત્યારે તેના ફોઈને બીજા રૂમમાં બેસાડી દેતો હતો.

18 ડિસેમ્બરના રોજ લાલ દરવાજા ખાતે વિદ્યાર્થિનીએ તેની સ્કોલરશીપ અંગે તપાસ કરતાં સ્કોલરશીપ મંજૂર થઈ ગઈ હતી. આ દરમિયાન સેમસનની હિંમત વધી ગઈ હતી અને તેણે વિદ્યાર્થિનીની કૉલેજમાં જઈને તેણીને બદનામ કરવા માટે તેના પ્રિન્સિપાલને તેના વિશે ખોટી વાતો કરી હતી.

આ હરકતોથી વિદ્યાર્થિની ત્રસ્ત થઈ ગઈ હતી. બાદમાં સ્કોલરશીપ મળી જતાં વિદ્યાર્થિનીએ ડર રાખ્યા વગર તેના માતાપિતાને સેમસને કરેલા કૃત્ય અંગેની જાણ કરી હતી. આ બાબતને લઈને પુરાવા સાથે વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવતા એસ.સી.એસ.ટી સેલએ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.