ઉમેદવારીપત્ર પરત ખેંચવાની, અંતિમ અવધિ દરમિયાન કુલ, 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર,ખેંચ્યા હતા પરત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Surat Municipal Corporation Election) પ્રક્રિયામાં મંગળવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ અવધિ દરમિયાન કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા હતા. મંગળવારે પરત ખેંચાયેલા ઉમેદવારીપત્રોમાં વોર્ડ નં.3 વરાછાના બે કોંગ્રેસી ઉમેદવારો મુખ્ય હતા. એ સિવાય બાકીના તમામ ઉમેદવારો અપક્ષ હતા.

આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે વરાછા, લસકાણા વોર્ડ નં.3ની કોંગી પેનલ આખો દિવસ ચર્ચામાં રહી હતી. સવારથી જ આ વોર્ડના કોંગ્રેસી ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાના છે એવી વહેતી થયેલી વાતોને પગલે સુડા ભવન ખાતે હલચલ જોવા મળી હતી. આ વોર્ડમાં બે કોંગ્રી ઉમેદવારો જ્યોતિકાબેન સોજિત્રા અને કાનજીભાઇ ભરવાડે ઉમેદવારી મંગળવાર પરત ખેંચી લીધી હતી.

સુરતના તમામ રિટર્નિંગ ઓફિસરોએ બેલેટ યુનિટ માટેના બેલેટ પેપર પ્રિન્ટ કરવાની પ્રોસિઝર હાથ ધરી દીધી છે. આજે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવવાની વિધી પણ પુરી કરી દેવામાં આવી છે.

ફાઇનલ થયેલા ચૂંટણી ચિત્રમાં હવે કુલ 30 વોર્ડ પૈકી સૌથી વધુ 28 ઉમેદવારો વોર્ડ નં.27માં રહ્યાં છે. આ વોર્ડમાં 11 અપક્ષો છે. જ્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના 4-4-4 ઉમેદવારો છે. સૌથી ઓછા ઉમેદવારો વોર્ડ નં.15 મગોબ ખાતે નોંધાયા છે. અહીં ફક્ત 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે.

જાણો સુરતમાં 30 વોર્ડ અને 120 બેઠકો માટે કેટલા ઉમેદવારો ફાઈનલ થયા

કોરોના મહામારી વચ્ચે મતદાનમથકો પર મતદારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે, સેનિટાઈઝેશન સહિતની વ્યવસ્થાઓ સુદ્ઢ થાય તે માટે તકેદારી લેવાની હિમાયત ઓબ્ઝર્વરએ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા મતદાન સાથે સંકળાયેલા તમામ મતદાન સ્ટાફનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે.

ઉપરાંત કોરોના મહામારી વચ્ચે તકેદારીના ભાગરૂપે મતદાતાઓને હેન્ડ ગ્લોવ્ઝ આપીને મતદાન કરાવવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ચૂંટણી સાથે સંકળાયેલા તમામ ઈવીએમ, વાહનો, મટિરીયલ મેનેજમેન્ટ, સ્વીપની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

ખાસ કરીને ચૂંટણીતંત્ર દ્વારા મતદારોને મતદાન સ્લીપ સમયસર મળી રહે તે અંગે ઓબ્ઝર્વરએ સૂચના આપી હતી. ચૂંટણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફને તાલીમબદ્ધ કરવા સહિતની કામગીરી કરવાની સૂચના આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.