રાજસ્થાન જેવું નબળું રાજ્ય પણ, ગુજરાતની તુલનામાં આરોગ્ય પાછળ, ખર્ચની બાબતમાં છે આગળ

રિઝર્વ બેન્કે દેશના વિવિધ રાજ્યો દ્વારા જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાછળ થતાં ખર્ચનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે, જેમાં વર્ષ ૨૦૨૦-૨૧માં આરોગ્ય પાછળ બજેટકીય ખર્ચની બાબતમાં ગુજરાતનો નંબર ૩૧ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૫મો છે.

ગુજરાત સરકારે ૨૦૨૦-૨૧માં તેના કુલ બજેટમાંથી ૫.૨ ટકા રકમ ખર્ચ માટે ફાળવી હતી. આ તો બજેટ રજૂઆત સમયે ખર્ચના અંદાજની રકમ છે, સ્વાભાવિક રીતે વાસ્તવિક ખર્ચ કોરોના-લોકડાઉન-મંદીના ત્રેવડા મારમાં ઓછો જ હશે.

ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પાછળ તેના કુલ બજેટમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં ૫.૫ ટકા, ૨૦૧૫-૧૬માં ૫.૬ ટકા, ૨૦૧૬-૧૭માં ૫.૭ ટકા, ૨૦૧૭-૧૮માં ૫.૪ ટકા અને ૨૦૧૮-૧૯માં ૫.૬ ટકા ખર્ચ કર્યો હતો.

રાજસ્થાન જેવું નબળું રાજ્ય પણ ગુજરાતની તુલનામાં આરોગ્ય પાછળ ખર્ચની બાબતમાં આગળ છે. તેણે ૨૦૧૮-૧૯માં તેના બજેટમાંથી ૫.૮ ટકા રકમ આરોગ્ય માટે ખર્ચી હતી, જ્યારે ૨૦૧૯-૨૦માં સુધારેલા ખર્ચના અંદાજ પ્રમાણે તેણે ૬.૧ ટકા રકમ આરોગ્ય પાછળ ખર્ચી હતી, જે ગુજરાત કરતાં વધુ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.