અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૮૮ ઉમેદવારો મેદાનમાં છે, ચાર બેઠકો કોંગ્રેસ ચૂંટણી પહેલાં જ હારી ચૂકી છે. કોંગ્રેસે સૌથી વધુ ૪૫ ઉમેદવારો ઓબીસી, ૪૫ એસસી અને ત્યાર બાદ ૩૪ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, આ ઉપરાંત ૨૪ મુસ્લિમોને ટિકિટ આપી છે. અમદાવાદમાં ૧૧ જૈન, ૯ હિન્દીભાષી, ૫ ક્ષત્રિય, ૬ બ્રાહ્મણ, ૨ સોની, ૨ સિંધી, ૨ લોહાણા, બે આદિવાસી અને એક ખ્રિસ્તીને ટિકિટ અપાઈ છે.
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાંથી પાટીદારને વધુ ટિકિટ મળે તે માટે પણ રજૂઆતો થઈ હતી, અમદાવાદ પૂર્વના પટ્ટામાં હિન્દી ભાષીને પણ સ્થાન અપાયું છે.
એસસી ૪૫
પાટીદાર ૩૪
મુસ્લિમ ૨૪
જૈન ૧૧
હિન્દીભાષી ૯
બ્રાહ્મણ ૬
ક્ષત્રિય ૫
એસટી ૨
સોની ૨
સિંધી ૨
લોહાણા ૨
ખ્રિસ્તી ૧
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.