રાજકોટમાં રોગચાળાના મુદ્દાને ભટકાવવા માટે દારૂના મુદ્દે આગ લગાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જો કે, કોણ સાચુ કોણ ખોટુ? તે તો તેમને પોતાને જ ખબર હશે. પણ દારૂની પરમીટ ન મળવાને કારણે રોગચાળાનો મુદ્દો ઉઠાવાયો હોવાનું મનપા રટણ કરી રહી છે. સામે પક્ષે વિપક્ષી નેતા વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે, મેં કોઈ પરમીટ માંગીજ નથી પણ રોગચાળાના મુદ્દા પરથી ધ્યાન હટાવવા દારૂનો સ્ટંટ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં પહેલા રોગચાળાને લઈને અને હવે દારૂની પરમિટને લઈને ઘમાસાણ જામ્યુ છે. રાજકોટ મનપાની સ્ટેડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગઢે વિપક્ષના નેતા વશરામ સાગઠિયા પર આરોપ લગાવ્યો છે કે વશરામે દારૂની પરમિટ માંગી હતી જે ન અપાતા તે રાજકોટના રોગચાળાના મુદ્દાને ચગાવી રહ્યા છે જ્યારે આ અંગે વિપક્ષી નેતા કહે છે કે, મારી પાસે તો પહેલેથી પરમીટ છે મેં કોઈ પરમીટ માંગી નથી. રોગચાળને નાથવામાં નિષ્ફળ તંત્ર ખોટી રીતે મુદ્દો દબાવે છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગઢ કહે છે. ઉદય કાનગડે કહ્યું કે વસરામ સાગઠિયા દારૂની પરમીટ માગી હતી. એક સાથે 6 દારૂની પરમિટ વસરામ સાગઠિયાએ મૂકી છે. અને દારૂની પરમીટ મંજૂર ન થતા વસરામ સાગઠિયા હોસ્પિટલોમાં હોબાળો કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.