અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ,ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટર પર,મુશ્કેલ છે વાપસી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટર પર વાપસી મુશ્કેલ છે. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે એલાન કર્યું છે કે ટ્રમ્પ પર લગાવાયેલો બૅન પરમેનન્ટ છે.

ટ્વિટરના સીએફઓ નેડ સેગલે કહ્યું કે ટ્રમ્પ પર લાગેલો બૅન તેઓ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે તો પણ નહીં હટાવવામાં આવે. તેઓએ કહ્યું કે એક વાર તમને ટ્વિટરથી હટાવી દેવાયા તો હટાવી દેવાયા. ટ્રમ્પ પરનો પ્રતિબંધ સ્થાયી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પર પરમેનન્ટ પ્રતિબંધ લગાવ્યા બાદ ટ્વિટરે તેમની ટીમના એકાઉન્ટને પણ સસ્પેન્ડ કર્યા છે.

આ પહેલીવાર છે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિના વિરુદ્ધમાં મહાભિયોગ પ્રસ્તાવ લવાયો છે. સીનેટે મહાભિયોગના ટ્રાયલને સંવૈધાનિક ઠરાવ્યો છે. તેમની વિરુદ્ધમાં મહાભિયોગનો રસ્તો સાફ થયો છે. ટ્રમ્પ પર અમેરિકી રાષ્ટ્રપતિના ચૂંટણીના પરિણામોને ફેરવવા માટે કેપિટલમાં સમર્થકોની હિંસક ભીડને ઉશ્કેરવાનો આરોપ પણ છે. જેને ગુનો ગણાવવામાં આવ્યો છે.

અમેરિકામાં કેપિટલ હિલની ઘટના બાદ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને હંમેશા માટે પ્રતિબંધિત કરાયા હતા. પ્રતિબંધની વચ્ચે ટ્રમ્પે હાલમાં સોશ્યલ મિડીયા પર ફરીથી પરત આવવાની કોશિશ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.