15 અને 16 ફેબ્રુઆરીની દિવસની 2 દિવસની બેંક હડતાળ UFBU તરફથી છે અને બીજા શનિવાર અને રવિવારે પણ રજા હોવાના કારણે 4 દિવસ બેંકમાં સળંગ રજા રહેશે.
કુલ 9 યૂનિયન થશે હડતાળમાં સામેલ
આ 2 દિવસની હડતાળની જાહેરાત યૂનાઈટેડ ફોરમ ઓફ બેંકયૂનિયન્સની તરફથી કારઈ છે. આ યૂનિયનમાં બેંક કર્મચારીઓના કુલ 9 યૂનિયન સામેલ છે
હૈદરાબાદમાં થયેલી યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકના અનુસાર કર્મચારીઓને સરકાર દ્વારા બેંકોના ખાનગીકરણ કરવાને લઈને નારાજગી જાહેર કરી હતી.
આ યૂનિયનમાં બેંક કર્મચારીઓની કુલ 9 યૂનિયન સામેલ છે.
યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સમાં મહાસચિવે કહ્યું કે બેંકના ખાનગીકરણને લઈને સરકારે લીઘેલા નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ. આ સમયે બજેટમાં પણ બેંકિંગ સંબંધિત ક્ષેત્રોમાં માણામંત્રીએ લીધેલા નિર્ણયો પર ચર્ચા કરાઈ હતી. નાગરિકોને આ અઠવાડિયે બેંકના કામકાજ પૂરા કરી લેવાના રહેશે. નહીં તો તેઓને માટે મુશ્કેલી આવી શકે છે. તો આજે જ તમારા તમામ કામનું પ્લાનિંગ કરો તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.