રાજ્યકક્ષાનો કાર્યક્રમ સરદાર સરોવર બંધ કેવડિયા ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હ અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ગુજરાત રાજ્ય સરકારે નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લામાં માં નર્મદાના નિરના વધામણાં કરી ઉજવણી કરી હતી. પરંતુ આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘણીની ગેરહાજરી તમામ લોકોને ઉડીને આંખે વળગી છે. એટલા માટે જ પ્રદેશ ભાજપમાં હાલ જીતુ વાઘાણીની આ ગેરહાજરી ચર્ચાનું કેન્દ્ર બની છે.
17 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી નામી દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત રાજ્યના 33 જિલ્લા અને તમામ મહાનગરોમાં માં નર્મદાના નીરના વધામણાં સાથે કરવાં આવી હતી. જે અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ સરદાર સરોવર બંધ કેવડિયા ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. તો રાજ્ય સરકારના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીએ સરદાર સરોવર પોતાની ઐતિહાસિક જળસપાટીએ પોહ્ચ્તા પ્રધાનમંત્રી સાથે માં નર્મદાના નીર ના વધામણાં કર્યા હતા. પરંતુ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને ગેરહાજરી એ હાલ ભાજપ આંતરિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે આગળના દિવસ સુધી જીતુ વાઘણીને હતું કે, પ્રોટોકલ મુજબ તેમને જાણ કરવામાં આવશે અને કેવડિયા ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં તેમને સ્ટેજ પર સ્થાન મળશે. પરંતુ અંતિમ ક્ષણ સુધી તેમને આ અંગે જાણ કરવામાં આવી નહોતી જેના કારણે જીતુ વાઘાણી અન્ય કાર્યક્રમમાં જાવા માટે પણ આયોજન કર્યું નહીં અને અંત સુધી સ્ટેજ પર સ્થાન નહીં મળવાના કારણે કેવડીયાનો કાર્યક્રમ તેમણે રદ કરવો પડ્યો હતો.
કેવડિયા ખાતેના રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં જો ભાજપ સંગઠની વાત કરવામાં આવે તો, ભાજપ સહસંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે વીઆઇપી કક્ષામાં સ્થાન ગ્રહણ કરી કાર્યક્રમમાં હાજરી આપી હતી. જો ભૂતકાળની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીના જેટલા પણ કાર્યક્રમો થયા તેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડી સુધી પ્રોટોકલ માંથી જાણ ન થતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ એ રાજ્યના અન્ય જિલ્લાના કાર્યક્રમોમાં પણ સામીલ ન થઇ શક્યા. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ માત્ર અમદાવાદ એરપોર્ટ ખાતે જ જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.