કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને, આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે,જાણો….

રાજસ્થાનના જેસલમેરમાં વિશ્વવિખ્યાત ડેઝર્ટ ફેસ્ટિવલ 25-27 ફેબ્રુઆરી સુધી આયોજિત કરવાની મળી મંજૂરી.

આ સમયે જેસલમેરનો વિશ્વ વિખ્યાત મરુ મહોત્સવ પણ રદ્દ કરાયો હતો. આ મહોત્સવ આ વર્ષે 25-27 ફેબ્રુઆરીએ યોજાવવાનો હતો. 2021માં કોરોનાની અસર ખતમ થવા આવી છે અને વેક્સીનેશન પણ શરૂ થયું છે ત્યારે પણ મરુ મહોત્સવની પરમિશન આપવામાં આવી નથી.

આ આયોજનની મંજૂરી હાલમાં મળી હોવાના કારણે સમય પણ ઓછો છે માટે યુદ્ધના ધોરણે તેની તૈયારીઓ શરૂ કરાઈ રહી છે.  કોવિડની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે તેમ પણ તંત્રએ જણાવ્યું છે.

આવી છે તૈયારીઓ

મરુ મેળાના સંદર્ભમાં જેસલમેર શહેરને સાફ સુથરું અને સુંદર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સિવાય સૌંદર્યીકરણની કાર્ય પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. મેળાના સ્થળે આવનારા આંગંતુકોના પ્રવેશ માટે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરાશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરાઈ છે.

દેશમાં આ આયોજનનો પ્રચાર અને પ્રસાર કરવાનું મુશ્કેલ બન્યું છે. જો કે ઓનલાઈન પ્રચારના આધારે અને સાથે મોટા શહેરોમાં અનેક સાઈન બોર્ડ લગાવીને પ્રચાર કરી શકાય છે.

મરુ મહોત્સવને લઈને પર્યટકોના આવવાની શક્યતા છે. એવામાં પર્યટન કારોબારી પોતાના દમ પર સ્પાઈસ જેટની વિમાન સેવા શરૂ કરાવી રહ્યા છે તેને પણ લાભ થશે અને નુકસાનની ભરપાઈ પર્યટન કારોબારીઓને કરવી પડશે નહીં. લગભગ 8-10 દિવસ સુધી દરેક ફ્લાઈટ બંને તરફથી ફૂલ ચાલી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.