કોરોના વાઈરસનો યુકેનાં કેન્ટમાં ઉદ્ભવેલો નવો સ્ટ્રેઈન આખા વિશ્વને સકંજામાં લેશે તેવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે.
યુકેનાં જિનેટિક સર્વેલન્સ પ્રોગ્રામનાં હેડ શેરોન પીકોકે કહ્યું હતું કે, આ વેરિઅન્ટ હાલ બ્રિટનમાં પ્રસરી રહ્યો છે જે આખા વિશ્વમાં ફેલાઈ જાય તેવી સંભાવના છે.
આનાથી બચવા લોકોને બૂસ્ટર શોટની જરૂર પડશે. કોરોનાનો નવો ૧.૧.૭. વેરિઅન્ટ નવા મ્યુટેશન ઊભા કરી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નમાં કોરોના સંક્રમિતોનાં નવા ક્લસ્ટર મળી આવતા તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડની વેકિસન તમામ ઉંમરનાં લોકો માટે કારગત પુરવાર થઈ છે. સાઉથ આફ્રિકામાં મળેલા નવા વેરિઅન્ટ સામે પણ તે અસરકારક પૂરવાર થઈ રહી છે. અસ્થમાની દવા પણ અસ્થમાનાં દર્દીઓમાં કારગત નીવડી રહી હોવાનું WHOએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.