હરાજીની યાદીમાં 164 ભારતીય, 125 વિદેશી અને એસોસિયેટ દેશોના ત્રણ ખેલાડીઓને,મળ્યું છે સ્થાન

સિનિયર સ્પિનર ​​હરભજન સિંહ અને મધ્યમ ક્રમના બેટ્સમેન કેદાર જાધવ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલને ચેન્નઈમાં ફેબ્રુઆરીમાં યોજાનારી આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હરાજી માટે બે કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

આઠ ફ્રેન્ચાઇઝી 61 જગ્યાઓ ભરવા માટે બોલી લગાવ છે. હરાજીની યાદીમાં 164 ભારતીય, 125 વિદેશી અને એસોસિયેટ દેશોના ત્રણ ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં સૌથી વધુ 13 સ્થાન ઉપલબ્ધ છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ ફક્ત ત્રણ ખેલાડીઓ જ ખરીદી શકે છે. કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની ટીમ હરાજીમાં સૌથી વધુ 53 કરોડ 10 લાખ રૂપિયાની રકમ સાથે હરાજીમાં ભાગ લેશે, જ્યારે હૈદરાબાદ પાશે 10 કરોડ 75 લાખ રૂપિયાની રાશી છે.

સુપર કિંગ્સે આ વર્ષે હરભજન અને જાધવને રિલીઝ કર્યા છે.

1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ કેટેગરીમાં 12 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે ભારતીય બેટ્સમેન હનુમા વિહારી અને ઝડપી બોલર ઉમેશ યાદવ 1 કરોડ રૂપિયાની પ્રાઈઝ સાથે ત્રીજી કેટેગરીમાં છે. ચેન્નાઇમાં હરાજી ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યે શરૂ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.