નાની નાની તકલીફો દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો, જાણો….

જો નાની નાની તકલીફો થાય તો ઘરેલૂ ઉપાયોથી જ ઠીક કરવી જોઈએ. જેથી આજે અમે તમને એલોવેરા, લસણ અને મધના એવા ખાસ નુસખાઓ જણાવીશું,જે તમારી નાની નાની તકલીફો કરી દેશે તુરંત દૂર…

એલોવેરા

  • એલેવેરાના જેલને કાઢી, કટકા કરી શાકની માફક બનાવી ખાવાથી સંધિવા, વાયુવિકાર, પેટ તથા લીવરના વિકારો મટી જાય છે.
  • કપાયેલી તથા દાઝેલી જગ્યાએ તરત જ એલોવેરા જેલ અથવા રસ લગાવવાથી ફોલ્લા પડતાં નથી લોહી અટકી જાય છે. જખમ જલ્દી ભરાય છે.
  • એલોવેરા જેલને મોં પર લગાવવાથી મોનું તેજ વધે છે તથા ચકામા, ખીલ, વગેરેમાં લાભ થાય.
  • ફ્રેશ એલોવેરા જેલ 20થી 40 મિલી માત્રામાં રોજ સેવન કરો. આનાથી બધા જ વાના રોગો, સાંધાઓનો દુખાવો, પેટના રોગો, અમ્લપિત્ત, મધુપ્રમેહ વગેરેમાં લાભ થાય છે.

મધ

  • આંખોની જ્યોતિ વધારવા માટે 2 ચમચી મધને ગાજરના રસમા મેળવી નિયમિત સેવન કરો
  • કાળા મરીનો પાઉડર, મધ અને આદુના રસને સરખા પ્રમાણમાં લઈ દરરોજ દિવસમાં ત્રણવાર લેવાથી શ્વાસ-કફમાં આરામ મળે છે.
  • બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે એક ચમચી લસણના રસમાં 2 ચમચી મધ મેળવી નિયમિત સેવન કરો
  • દરરોજ એક ચમચી મધનું સેવન કરવાથી માણસની ઉંમર લાંબી થાય છે તથા સ્વસ્થ રહી શકાય છે.

લસણ

  • એક કળી લસણના કટકા કરી આખી રાત 1 કપ પાણીમાં પલાળી રાખો. આ પાણી સવારે ખાલી પેટ લેવાથી કોલેસ્ટ્રોલ, હ્રદયરોગ તથા સંધિવામાં લાભ થશે.
  • જ્યાં ઓક્સિજનની કમી હોય ત્યાં લસણને તાવીજની માફક ગળામાં લટકાવી રાખવાથી રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.