સુરતના કતારગામ વિસ્તાર (Katargam Area)માં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો. વાત ફક્ત શાબ્દિક પ્રહારથી અટકી ન હતી, બંને વચ્ચે મારામારી પણ થઈ હતી.
જેમાં દેરાણીને તેની જેઠાણીને નખ મારીને બચકું (Bite) ભરી લીધું હતું. આ મામલે દેરાણી અને જેઠાણીએ સામસામે ફરિયાદ (Police complaint) નોંધાવી છે. કતારગામ વિસ્તારમાં આ કિસ્સો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.
સુરતમાં ઝઘડા અને મારામારીની ફરિયાદો પણ મોટા પ્રમાણમાં પોલીસમાં સામે આવતી રહે છે. હવે સુરતમાં મિલકત માટે દેરાણી અને જેઠાણી વચ્ચે મારામારીની ફરિયાદ સામે આવી છે. આ કિસ્સામાં બંનેએ સામસામી ફરિયાદ નોંધાવી છે. જેમાં દેરાણીએ તેની જેઠાણીને બચકું ભરી લીધુ હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.