આંતરરાષ્ટ્રીય બજારમાં, ક્રૂડ ઓઇલના ભાવમાં,જોવા મળી રહી છે તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Rates)માં તેજી જોવા મળી રહી છે.

બીજી તરફ સ્થાનિક બજારોમાં આજે સતત 10મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં આગ લાગેલી જોવા મળી રહી છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price Today) 34 પૈસા પ્રતિ લીટર વધીને 89.88 રૂપિયા પર આવી ગયું. ડીઝલ (Diesel Price Today) પણ 32 પૈસાના છલાંગ સાથે 80.27 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ  પર ચાલી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.