18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં,આઇપીએલની હરાજીનું, કરવામાં આવી રહ્યું છે આયોજન

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) શરૂ થતાં પહેલા 18 ફેબ્રુઆરીએ (આજે) ચેન્નઈમાં આઇપીએલની હરાજી (IPL Auction 2021)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હરાજીમાં આઇપીએલની તમામ 8 ટીમો- મુંબઈ ઈન્ડિયન્સ (MI), સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB), દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR), પંજાબ કિંગ્સ (PK), ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR)ને તક મળશે કે તેઓ પોતાની ટીમમાં ખાલી સ્થાનોને ભરી લે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી આઇપીએલ 2021નું શિડ્યૂલ (IPL 2021 Schedule)ની જાહેરાત નથી કરી પરંતુ રિપોર્ટ્સ મુજબ આ ટૂર્નામેન્ટને એપ્રિલથી મે મહિનાની વચ્ચે યોજવામાં આવશે. ટૂર્નામેન્ટ એપ્રિલના શરૂઆતના બે સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે કારણ કે ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચેની સીરીઝ 28 માર્ચે ખતમ થશે.

આઇપીએલ 2021ની હરાજીની લાઇવ કાર્યવાહી ભારતીય સમય મુજબ બપોરે 3 વાગ્યાથી શરૂ થવાની અપેક્ષા છે.

IPL 2021ની હરાજી 18 ફેબ્રુઆરી (આજે) ચેન્નઈમાં યોજાશે.

IPL 2021ની હરાજીનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.