રાકેશ ટિકૈતે ગાજીપુર બોર્ડર પર, શરૂ કરી ખેતી , કહ્યું અહીં જવ વાવીને, સરકારને કરીશું સચેત

  • રાકેશ ટિકૈતે કર્યું આ કામ
  • ગાજીપુર બોર્ડર પર શરૂ કરી ખેતી
  • કહ્યું અહીં જવ વાવીને સરકારને કરીશું સચેત

ઉત્તરપ્રદેશના ગાજીયાબાદ બોર્ડર પર પ્રદર્શનકારીઓને રોકવા માટે પ્રશાસને જે જ્ગાય પર ખીલ્લા લગાવ્યા હતા ત્યાં જ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બીજ વાવ્યા. ટિકૈતે ગુરુવારે હળ ચલાવીને ખેતી શરૂ કરી. હળ માટે રાકેશ ટિકૈતે બળદ પણ મંગાવ્યા હતા.

સાથે સખત બેરિકેડિંગ કરીને લોખંડના તાર પણ લગાવવાનો નિર્ણય લીધો, તેઓએ ગુરુવારે બળદ મંગાવીને હળ ચલાવ્યું અને સાથે કહ્યું કે આ જગ્યા પર જવ વાવશે. જે 7-8 દિવસમાં પૂરતા મોટા થઈ જશે. રાકેશ ટિકૈતે કહ્યું કે અમે સરકારને સચેત કરવા માટે આ કામ કરી રહ્યા છીએ. અહીં માટી રાખીને ક્રાંતિ પાર્ક બનાવાશે.

ઉલ્લેખનીય છે કે 2 મહિનાથી ખેડૂત ગાજીપુર બોર્ડરપર કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે, ગુરુ વારે સંયુક્ત ખેડૂત મોર્ચાએ આ ક્રમમાં રેલ રોકો આંદોલન પણ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.