શેરબજારમાં આજે ખુલતાની સાથે, જોવા મળ્યો છે સુસ્તીનો માહોલ

શેરબજારમાં આજે ખુલતાની સાથે સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે.

જેમાં સેન્સેક્સ 12.92 પોઇન્ટ એટલે 0.02% ટકાના ઘટાડા સાથે 51,690.91 પર આગળ વધી રહ્યો છે. તેમજ નિફ્ટી 2.20 પોઇન્ટ એટલે 0.01% ટકાના ઘટાડા સાથે 15,206.70 વેપાર કરી રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે આરંભિક કારોબાર દરમિયાન અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ, નેસ્લે ઇન્ડિયા, એલએન્ડટી, એચડીએફસી, ડોક્ટર રેડ્ડી, એમએન્ડએમ, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરો લાલ નિશાન પર ખુલ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે આઇટી સિવાય તમામ ક્ષેત્રોની શરૂઆત વધારા સાથે થઇ છે. તેમાં મીડિયા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, બેન્ક, ફાર્મા, ફાઇનાન્સ સર્વિસીસ, ઓટો, એફએમસીજી, મેટલ અને ખાનગી બેન્કોનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.