ભારતીય સમય અનુંસાર આજે શુક્રવારે,મોડી રાત્રે પેરસેવેરન્સ રોવરે,મંગળની સપાટી પર,કર્યું હતું લેન્ડિંગ

અમેરિકાની સ્પેસ એજન્સી (US Space Agency) નાસા (NASA)એ પેરસેવેરન્સ રોવરે (Perseverance Rover) શુક્રવારે મંગળ ગ્રહ(Mars Planet)ની સપાટી પર સફળતાપૂર્વક લેંડિંગ (Landing) કર્યું હતું. 7 મહિના પહેલા ખાસ રોવરે ધરતીથી ટેકઓફ કર્યું હતું.

ભારતીય સમય અનુંસાર આજે શુક્રવારે મોડી રાત્રે 2 વાગ્યેને 25 મીનીટે પેરસેવેરન્સ રોવરે મંગળની સપાટી પર લેન્ડિંગ કર્યું હતું. રોવર રાતા ગ્રહ (Red Planet) ની સપાટી પર પહોંચતાની સાથે જ નાસાએ પહેલી તસવીર જાહેર કરી દીધી હતી,

6 પૈડાવાળું આ ઓવર મંગળ ગ્રહ પરથી અનેક પ્રકારની જાણકારી એકત્ર કરશે અને એવા ખડકોને લઈને આવશે. જેથી એ સવાલોના જવાબ મળી શકશે કે શું લાલ ગ્રહ પર ક્યારેય જીવન હતું?

જેજેરા ક્રેટર મંગળ ગ્રહનું અંતિ દુર્ગમ સ્થળ છે. અહીં ઊંડી ખીણો અને પહાડો છે. સાથે જ અહીં રેતીના ટીંબા અને મોટામોટા પથ્થર તેને વધુ ખતરનાક બનાવી દે છે. એવામાં પર્સિવેરેંસ માર્સ રોવરની લૅન્ડિંગની સફળતા પર સમગ્ર દુનિયાની નજર હતી. રોવરના મંગળ ગ્રહ પર લૅન્ડિંગની સાથે જ અમેરિકા મંગળ ગ્રહ પર સૌથી વધુ રોવર મોકલનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે.

વૈજ્ઞાનિકોને આશા છે કે રોવરથી દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલા અગત્યના સવાલના જવાબ મળી શકે છે. આ પ્રોજેક્ટના વૈજ્ઞાનિક કેન વિલિફોર્ડે કહ્યું કે, શું આપણે એક વિશાળ બ્રહ્માંડ રુપી રણમાં એકલા છીએ કે બીજે ક્યાંય પણ જીવન છે? શું જીવન ક્યારે પણ, ક્યાં પણ અનુકૂળ પરિસ્થિતિઓના કારણે હોય છે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.