ફૈઝલ પટેલે રાજકારણમાં જોડાવાના, આપ્યા હતા સ્પષ્ટ સંકેત

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલાં સ્વ.અહેમદ પટેલના (Ahmed Patel) પુત્ર ફૈઝલ પટેલ (Faisal Patel) ગુરુવારે રાત્રે શહેરના ખાડીયા વોર્ડમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. આ તબક્કે ફૈઝલ પટેલે રાજકારણમાં જોડાવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા.

તે દરમિયાન શહેરના ખાડીયા વોર્ડમાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ખાડીયા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. ખાડીયા વોર્ડમાં ઢોલ નગાર અને ફુલાહારથી સ્વાગત કરાયું હતું.

અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે આપેલા સંકેત પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત કોંગ્રેસમાં અહેમદ પટેલના પુત્રનો ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશનો તખ્તો ક્રમશઃ તૈયાર થઈ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.