નવ વર્ષ પહેલા નોબેલ વિજેતા મલાલા યુસુફઝાઇની જાનલેવા હુમલો કરનાર પાકિસ્તાની તાલિબાન આતંકવાદીએ ફરી એકવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આતંકવાદીએ ટ્વીટ કર્યું હતું કે આ વખતે કોઈ ભૂલ નહીં થાય.
મલાલાએ ટ્વિટર પર પાકિસ્તાન સૈન્ય અને વડા પ્રધાન ઇમરાન ખાનને પણ પૂછ્યું હતું કે તેમના પર હુમલો કરનાર એહસનુલ્લાહ એહસાન સરકારી કસ્ટડીમાંથી કેવી રીતે છટકી ગયો.
હકીકતમાં, તેણે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે યુસુફઝાઇ અને તેના પિતા સાથે હિસાબ પતાવવું પડશે. તેણે આ ટ્વિટમાં આગળ કહ્યું કે, આ વખતે કોઈ ભૂલ થશે નહીં.
વડા પ્રધાન ઇમરાન ખાનના સલાહકાર રઉફ હસને કહ્યું કે સરકાર આ ધમકીની તપાસ કરી રહી છે અને તરત જ ટ્વિટરને એકાઉન્ટ બંધ કરવા કહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.