370 મામલે ગુસ્સે ભરાયેલા વડાપ્રધાને આ કારણથી વિપક્ષને ડૂબી મરવા કહ્યું

કલમ 370 નાબૂદી અંગેના વલણ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી રદ કરવા અંગે વિપક્ષોની ટીકા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ડૂબી મરવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેની પ્રચાર સભા દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા અકોલા ખાતે તેમણે આ વાત કહી હતી. મોદીએ કોંગ્રેસ અને એનસીપીના પ્રમુખ શરદ પવારની ટીકા કરતા કહ્યું હતું કે, 370ની કલમ નાબૂદ કરીને ભાજપ તેની નિષ્ફળતા છુપાવવાની કોશીશ કરી રહ્યું છે. તેવા વિપક્ષોના આક્ષેપ સામે તેમણે પલટવાર કરતા કહ્યું હતું કે, વિપક્ષ એવો નિર્લજ્જ સવાલ પૂછે છે કે, કલમ 370 અને મહારાષ્ટ્રને શુ લેવા દેવા છે? તેમણે કહ્યું હતું કે મને આઘાત લાગે છે કે, શિવાજી મહારાજની ધરતી પરથી આવા નિર્લજ સવાલો રાજકીય લાભ માટે ઉઠાવવામાં આવે છે. જેમણે જમ્મુ અને કાશ્મીર માટે બલિદાન આપ્યું છે તેવા મહારાષ્ટ્રના લોકો પર મને ગર્વ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.