CM રૂપાણીની સારવારને લઇ મહત્વના સમાચાર, નિષ્ણાંત ડોક્ટરોની સલાહ બાદ CM રૂપાણીને રજા અપાઈ શકે છે.
સીએમની સારવારને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે સીએમને હોસ્પિટલમાંથી રજા અપાઈ શકે છે. સીએમ રૂપાણીની સારવારનો આજે 7મો દિવસ છે. CM રૂપાણીની તબિયત સુધારા પર છે.
આજે CMને હોસ્પિટલમાંથી અપાઈ શકે છે રજા, નિષ્ણાંત ડોક્ટરોની સલાહ બાદ અપાઈ શકે છે રજા@CMOGuj @vijayrupanibjp #Gujarat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા CM રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે. જેમાં CM રૂપાણીનો કોરોના અંગે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, CMના ECG, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે.
તેઓ જનસભાને સંબોધન કરતા હતા અને આશરે 10 મિનિટમાં તેમને ચક્કર આવવા લાગતા તેઓ ઢળી પડ્યા હતા.
જો કે સુરક્ષા કર્મીઓની સતર્કતાથી નીચે પટકાતા બચી ગયા હતા. અને બાદમાં ડોક્ટરની ટીમે તેમની તપાસ કરી અને ગ્લૂકોઝ પીવડાવ્યું હતું અને બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.