2019-20 કરતાં 2020-21માં જીરુનું વાવેતર ઓછું થયું છે. 4.88 લાખ હેક્ટરની સામે 4.69 લાખ હેક્ટર વાવેતર થયું છે. પાણી હોવા છતાં 19 હજાર હેક્ટર ઓછું વાવેતર કરવાનું કારણ જીરૂનો સંવેદનશીલ પાક છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝાકળ રહેતી હોવાથી જીરૂના પાકને મોટું નુકસાન થયું છે. 3.85 લાખ ટન જીરૂ પાકવાની ધારણા હતી. ગુજરાતમાં હેક્ટરે 801 કિલો જીરૂ પાકે છે. જેમાં ઝાકળના કારણે 20 ટકા જેવું નુકસાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું છે. 80 હજાર ટન જીરૂં ગુમાવવું પડ્યું છે.
બાદળ થાય તો પણ જીરૂના પાકને મોટું નુકસાન થાય છે. વાદળા અને ઝાકળથી છાસીયું અને ફાલ ખરી ગયો છે.
માઈકોજેમ પાઉડરનો છંટકાવ કરવાથી જીરૂને કંઈક અંશે બચાવી શકાય છે. છોડ પર ઝાકળનું પાણી બાજી જાય તેને ખંખેરવા માટે ખેતરમાં સાડી જેવા કાપડ ફેરવીને તેને દૂર કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યમાં સૌથી વધું નાનકડા વિસ્તાર એવા દ્વારકામાં 88 હજાર હેક્ટર વાવેતર થયું છે. બનાસકાંઠા 77 હજાર હેક્ટર, સુરેન્દ્રનગર 75 હજાર હેક્ટર, કચ્છ 72 હજાર હેક્ટર વાવેતર થયું છે. 65 ટકા વાવેતર સૌરાષ્ટ્રના 11માંથી 9 જિલ્લામાં થયું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં કોઈ વાવેતર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.