દુકાનદારે કહ્યું, હું અરવિંદ કેજરીવાલનો ફ્રેન્ડ છું, દુકાનદારે પુત્રના લગ્નની સંગીત સંધ્યા કાર્યકર્મમાં, AAPના ટાઇટલ ગીત પર ગરબા રમી, સમર્થનના સંકેત આપ્યા છે.
દુકાનદાર પ્રવીણભાઈનું માનવું છે કે, AAPએ ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો માટે આપએ સસ્તી વિજળી, પાણી અને શિક્ષણની યોજનાને સરળ અને સફળ બનાવી છે.
સુરતમાં પહેલીવાર આપ તમામ સીટ પરથી કોર્પોરેશની ચૂંટણી લડી રહી છે. એટલે દિલ્હી મોડલની શરૂઆત સુરતથી થાય એવી આશા વ્યક્ત કરું છું.
દુકાનદાર પ્રવિનભાઈએ કહ્યુ કે,દિલ્હી જેવું મોડલ સુરતમાં પણ આવવું જોઈએ. સુરતમાં હાલ આપની સરકારની ખૂબ જ જરૂર હોય એમ લાગી રહ્યું છે. જેથી મારા દીકરાના લગ્ન પ્રસંગની સંગીત સધ્યામાં આપના ટાઇટલ સોંગ પર ગરબા રમી સોસાયટીના લગભગ 52 મકાનના 200થી વધુ વ્યક્તિઓ આપને સમર્થન આપવાના સંકલ્પ લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.