સામગ્રી..
-1 કપ છીણેલું પનીર / કોટેજ ચીઝ
-1 નંગ ડુંગળી ઝીણી સમારેલી
-1 નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ
-2 નંગ ઝીણાં સમારેલાં લીલાં મરચાં
-1 ટી સ્પૂન લસણની પેસ્ટ
-1 ચપટી હળદર
-1/2 ટી.સ્પૂન ગરમ મસાલો
-1 ટી સ્પૂન જીરું
-2 ટી સ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
પરોઠાનો લોટ માટે..
-2 કપ ઘઉંનો લોટ.
-1 કપ પાણી.
-1 ચમચી ઘી.
-મીઠું સ્વાદાનુસાર.
રીત.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s
સૌપ્રથમ લોટમાં થોડું મીઠું તથા ઘી અને જરૂર મુજબનું પાણી નાખીને કણક બાંધી દો. હવે એક વાસણ લઇને તેમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ થાય એટલે ઘીમા ગેસે જીરુંનો વઘાર કરો. જ્યારે જીરૂં લાલ થાય ત્યારે તેમાં લસણની પેસ્ટ અને કેપ્સિકમ નાખી અડધી મિનિટ સુધી સતત હલાવતા રહો. પછી તેમાં હળદર, મીઠું, ગરમ મસાલો, લીલાં મરચાં નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું. મસાલો બરાબર ચઢી જાય ત્યારે તેમાં છીણેલું પનીર નાખીને મસાલાને બરાબર હલાવી લો. પનીર અને મસાલ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો મિશ્રણને થોડું ઠરવા દેવું. ત્યાર બાદ પરોઠાના લોટમાંથી એકસરખા ગુલ્લા કરી તેને વણીને તેમાં પૂરણ ભરો. પૂરણ ભર્યા બાદ તેને સરખી રીતે ગોળ વણીને તવીમાં તેલથી બ્રાઉન રંગના શેકી લેવા. ગરમા-ગરમ પરોઠા તમે દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.