મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યા છે. શનિવારે રાજ્યમાં 6281 નવા કેસ આવતાં જ મુંબઈમાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 6112 નવા કેસ આવ્યા હતા. જ્યારે તેનાથી એક દિવસ પહેલાં ગુરુવારે 5427 કેસ અને બુધવારે 4787 નવા કેસ આવ્યા હતા.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ કોરોનાના 156 નવા કેસ આવ્યા છે. જેનાથી જિલ્લામાં સંક્રમણના કેસની સંખ્યા વધીને 48293 થઈ છે.
અધિકારીના જણાવ્યા અનુસાર એક દિવસમાં 55 રોગીને સારવાર બાદ રાહત અપાઈ છે. જેનાથી જિલ્લામાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 46342 થઈ છે. હાલમાં શહેરમાં 701 લોકોની સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણને વધતું જોતાં શિવસેના સાસંદ સંજય રાઉતે શનિવારે દાવો કર્યો છે કે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સાર્વજનિક સ્થળોને ખોલવાના પક્ષમાં નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.