કાસગંજ જવાન હત્યાકાંડનો મુખ્ય આરોપી અને એક લાખનો ઈનામી બદમાશ મોતી સિંહ યુપી પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં માર્યો ગયો. એન્કાઉન્ટર બાદ તેને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો
કાસગંજ જવાન હત્યાકાંડનાં મુખ્ય આરોપી મોતી સિંહનું યુપી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત
ફોટોથી તેની ઓળખ એક લાખના ઈનામી મોતીના પુત્ર હુબ્બલાલ તરીકે થઈ. જે સિઢપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવનારા નગલા ધીમરનો રહેવાસી છે. બદમાશને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાયો છે.
જવાનની હત્યા અને પોલીસ ટીમ પર હુમલાના મુખ્ય આરોપી દારુ માફિયા બુટલેગર મોતી અને તેના ભાઈની ધરપકડ કરવા પોલીસ તેના ઠેકાણે ચક્કર લગાવી રહી હતી. તેમજ અંદાજાના આધાર પર અનેક દિવસોથી તેની શોધમાં લાગેલી હતી.
11 દિવસો વીતિ જવા અને 8 ટીમોના દિવસ રાત શોધ ખોળ બાદ માફિયા અને તેમને ભાઈનો કોઈ ક્લૂ મળ્યો નહોતો. તેવામાં વારંવાર સવાલ ઉઠી રહ્યા હતા કે માફિયા આખરે ક્યાં છે. કોણે તેને રક્ષણ આપ્યું છે.
માફિયા મોતી અને તેના ભાઈની શોધમાં પોલીસની ટીમોને અનેક જગ્યાએ અડ્ડો જમાવ્યો હતો. તેમના નિશાના પર અનેક શંકાસ્પદ લોકો પણ રહ્યા. અનેક શંકાસ્પદોની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.