જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. જામનગરમાં ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠિયા વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા. બંને પગમાં ફ્રેકચર હોવાના કારણે તેઓ વ્હીલચેર પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
જામનગરના 16ની 64 બેઠક પર મતદાન થઈ રહ્યુ છે. જામનગર મનપા ચૂંટણીમાં 236 ઉમેદવાર મેદાનમાં છે. જામનગર મનપામાં 10 પક્ષો ચૂંટણી લડી રહ્યા છે.
મનપા ચૂંટણીમાં 2200 કર્મચારીઓ ફરજ પર છે. જામનગરમાં 312 સંવેદનશીલ મતદાન મથકો અને જામનગરમાં 11 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે.
ચૂંટણી માટે કુલ 3870 કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. પોલીસ અધિકારીઓ, SP, DYSP પણ સુરક્ષા માટે તૈનાત છે. 2200 પોલીસ જવાનો ચૂંટણીમાં ખડેપગે હાજર છે. SRP કંપની, હોમગાર્ડના 500 જવાનોની તૈનાતી છે જ્યારે 11 PCR, QRT મોબાઈલ ટિમ તૈનાત છે. ડોગ સ્ક્વોડની 2, બોમ્બ સ્ક્વોડની 2 ટીમો તૈનાત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.