રાહુલ તેવટીયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અત્યારસુધી હું આઈપીએલમાં વિરાટ કોહલીની સામે રમ્યો છું. હવે હું તેમની સાથે રમીશ અને ડ્રેસિંગ રુમ પણ શેર કરીશ.
આઈપીએલનાં 13માં સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબનાં બોલર શેલ્ડન કોટ્રેલને એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને રાહુલ તેવટીયા ક્રિકેટજગતનું જાણીતુ નામ બની ગયો છે. તેણે સતત સારુ પ્રદર્શન કરવાનું ઈનામ પણ મળ્યુ છે.
લેગ સ્પિનર તેવટીયાએ સિઝનમાં 10 વિકેટ પણ ખેરવી હતી. રાહુલ તેવટીયારણજીમાં હરિયાણા તરફથી રમે છે. તેણે ટીમમાં જગ્યા મેળવવા માટે ખૂબ મહેનત કરી છે.
તેવટીયાએ કહ્યું કે હરિયાણાની ટીમમાં અમિત મિશ્રા, જયંત યાદવ અને યુઝવેન્દ્ર ચહલ જેવા સ્પિનર પહેલાથી છે. 27 વર્ષિય તેવટીયાએ કહ્યું કે હરિયાણાની ટીમમાં જગ્યા પાક્કી કર્યા બાદ મારામાં વિશ્વાસ આવ્યો.
આવી ટીમમાં જગ્યા મેળવવી અને સારુ પ્રદર્શન કરવાથી મારામાં વિશ્વાસ વધ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયામાં પસંદગી મેળવ્યા બાદ રાહુલ તેવટીયા ખૂબ ખુશ છે. તેણે કહ્યુ કે તે વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રુમ શેર કરવા માટે ખૂબ ઉત્સાહી છે.
રાહુલ તેવટીયાએ એર ઈન્ટરવ્યૂમાં કહ્યું કે અત્યાસ સુધી હું આઈપીએલમાં વિરાટ કોહલીની સામે રમ્યો છું. હવે હું તેમની સાથે રમીશ અને ડ્રેસિંગ રુમ શેર કરીશ. હું તેમની સાથે અને વિશ્વ ક્રિકેટનાં અમુક સર્વશ્રેષ્ઠ ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રુમ શેર કરવા તત્પર થઈ રહ્યો છું. હું તેમની પાસેથી સમજીશ કે તેઓ કેવી રીતે રમતમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમીને સફળ થયા છે.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન(વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષપ પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટીયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.