બંગાળમાં ચૂંટણી પહેલા પોતાના પ્રવાસ દરમિયાન અનેક રેલ પરિયોજનાનોની ભેટ આપશે. પીએમ મોદી આજે કોલકત્તાથી ઉત્તર દક્ષિણ લાઈનના વિસ્તારના ઉદ્ઘાટન કરશે.
કોલકત્તા મેટ્રોના પ્રવક્તા ઈન્દ્રાણી બેનર્જીએ કહ્યું કે પ્રધાનમંત્રી હુબલી જિલ્લાના એક કાર્યક્રમમાં નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધી એક ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. આ બાદ આગામી 23 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો બહું પ્રતીક્ષિત મેટ્રો સેવા શરુ થઈ ગઈ છે.
આ રુટ પર મેટ્રો સેવા શરુ થયા બાદ સામાન્ય જનને ટ્રાફિકતી રાહત મળશે. તે સ્મુધ ટ્રાવેલિંગ કરી શકશે. સાથે લાખો પર્યટકો તથા ભક્તોને રાહત મળશે જે દક્ષિણેશ્વરી કાળી દર્શન માટે જાય છે. એટલે કે મેટ્રો શરુ થયા બાદ વિશ્વ પ્રસિદ્ધ કાળી મંદિર સુધી ઓછા સમયમાં પહોચી શકાય છે.
વર્કિંગ ડેઝમાં દક્ષિણેશ્વરથી ન્યૂ ગાડિયા સુધી ઓફિસ ટાઈમ દરમિયાન મેટ્રો 6 મિનિટના અંતરાલ પર ચાલશે, આ રુટ પર છેલ્લી મેટ્રો 9.30 વાગે મળશે. કિલોમીટર વધવા પર મહત્તમ ભાડુ 25 રુપિયા છે. પહેલા ન્યૂ ગાડીઓથી નોઆપાડા સુધી મેટ્રોચાલતી હતી. હવે આ દક્ષિણેશ્વર સુધી થઈ જશે. નોઆપાડા બાદ 2 સ્ટેશન છે. બરાહનગર અને અંતિમ સ્ટેશન દક્ષિણેશ્વર છે. ઉલ્લેખનીય છે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હુગલીના ડનલપ મેદાનમાં એક સભા સંબોધિત કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.