હિરામાં મંદી થી કંટાળીને સુરતમાં વધુ એક રત્ન કલાકારે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આની પાછળ મુખ્ય કારણ બેકારી હોય તેવું જાણવા મળ્યુ છે. મગનભાઇ દૂધાત નામના રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે. તેઓ છેલ્લા એક વર્ષથી બેકાર હતાં. મગનભાઇ અમરેલીના સાવરકુંડલાના વતની છે. તેમજ તેમને બે પુત્રી અને એક પુત્ર છે.
- હીરા ઉદ્યોગની ચમક હાલ મંદીને કારણે ઝાંખી થઇ
- સુરતમાં એક દિવસમાં એક રત્ન કલાકારે કરી આત્મહત્યા
- રત્નકલાકારની નોકરી છુટી જવાને કારણે આત્મહત્યાનું પગલું ભર્યું
નોંધનીય છે એક તરફ રત્ન ઉદ્યોગ મંદી માર હેઠળ પસાર થઇ રહ્યો છે તો કેટલીક કંપનીઓ દ્વારા મંદીને કારણે રત્ન કલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. અને બેકારીથી કંટાળીને રત્ન કલાકારોઆપઘાત કરી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એક રત્ન કલાકારે આજરોજ ગળેફાંસો ખાઇને જીવનલીલા સંકોરી લીધી હતી.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડીને મંદી નાથવાનો પ્રયાસ કર્યો છે. જો કે દેશમાં કોર્પોરેટ જેટલા જ અગત્યના એવા નાના ઉદ્યોગો મંદીને કારણે કપરી સ્થિતિમાં છે. સુરત શહેરની જાહોજલાલી માટે આ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ જવાબદાર છે. મંદીના વાવડને પગલે કામ ન મળવાથી રત્નકલાકારો પછી હવે હસ્તકલાથી ઘરેણા બનાવતા કારીગરો પણ શહેર છોડી રહ્યા છે.
22 ઓક્ટોબરથી દિવાળી વેકેશન
સુરતના રત્નકલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હીરા ઉદ્યોગના દિવાળી વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે. હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન 22મી થી શરૂ થશે. હીરા ઉદ્યોગમાં 20 થી 25 દિવસનું વેકેશન રહેશે. ત્યારે ST વિભાગ દ્વારા વેકેશનને લઈને સુવિધા વધારવામાં આવી છે.
ST વિભાગે રત્ન કલાકારો માટે સુવિધામાં વધારો કર્યો છે. રત્ન કલાકારો સિંગલ ભાડામાં ST બસમાં મુસાફરી કરી શકશે. મંદીને ધ્યાને રાખીને રત્ન કલાકારો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી દિવાળીમાં વતન જવા માટે રત્ન કલાકારોને સિંગલ ભાડામાં ST બસની સવલત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.