મતદાન કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ મિડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શ્રીગણેશ થઇ ગયાં છે.
તેમણે કહ્યુ હતું કે, ગુજરાતના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાંથી વિકાસની અવિરત યાત્રા ચાલુ થઇ હતી. આ વિકાસયાત્રાને ચાલુ રાખવા માટે ગુજરાતની ગૌરવશાળી જનતા છ મહાનગરપાલિકા ઉપરાંત આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં વિકાસયાત્રાને જાળવી રાખવા મતદાન કરશે. અમિત શાહે રાજ્યની ગૌરવશાળી જનતાને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જંગી મતદાન કરવા અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.