અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરના કોર્પોરેશનની મતગણતરી હાથ ધરાશે
આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે મતદાન થયું હતું. આજે કુલ 144 વોર્ડની 575 બેઠકોની મત ગણતરી કરાશે.
અમદાવાદમાં 42.51 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 50.72 ટકા મતદાન થયું હતું. જામનગરમાં 53.38 ટકા મતદાન થયું હતું. સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. વડોદરામાં 47.84 ટકા મતદાન થયું હતું. ભાવનગરમાં 49.46 ટકા મતદાન થયું હતું.
અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠકો પર ચૂંટણી થઈ હતી. અમદાવાદમાં એક બેઠક અગાઉ બિનહરીફ બની હતી. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો પર મતદાન થયુ હતુ. તો વડોદરાના 19 વોર્ડ પર 76 બેઠકોના પરિણામો જાહેર થશે.
રાજકોટના 18 વોર્ડ પરના 72 બેઠકોના ચૂંટણી પરિણામો જાહેર થશે. જ્યારે ભાવનગર મનપાના 13 વોર્ડ પરની 52 બેઠકોના પરિણામો જાહેર થશે. જામનગર મનપાના 16 વોર્ડની 64 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જૂનાગઢ મનપાની ખાલી પડેલી 2 બેઠકોના પરિણામો પણ જાહેર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.