કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આવું નિવેદન આપ્યું છે, જેના લીધે ભાજપ અને અન્ય વિરોધ પક્ષના નેતાઓ તેમના પર વધુ આક્રમક બની શકે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે તેઓ ઉત્તર ભારતમાં વિવિધ પ્રકારના રાજકારણના ટેવાઈ ગયા છે અને કેરળ આવવું એ તેમના માટે એક નવો અનુભવ છે કારણ કે અહીંના લોકોને મુદ્દાઓમાં વધુ રસ છે.
વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ત્રિવેન્દ્રમમાં કહ્યું, ‘પહેલા 15 વર્ષ હું ઉત્તરમાં સાંસદ હતો. મને એક અલગ પ્રકારનાં રાજકારણની ટેવ પડી ગઈ છે. મારા માટે કેરળ આવવું ખૂબ જ તાજગીભર્યું હતું કારણ કે મને અચાનક લાગ્યું કે લોકો મુદ્દાઓમાં રુચિ ધરાવે છે
તેમણે કહ્યું, ‘હું અમેરિકાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો અને મેં કહ્યું હતું કે કેરળ જવાનો મને ઘણો આનંદ છે. તે માત્ર સ્નેહ નથી, પરંતુ તમે જે રીતે તમારી રાજનીતિ કરો છો.
2019 માં, તેમણે અમેઠી સાથે કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી હતી. તેઓ વાયનાડ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ ભાજપના સ્મૃતિ ઈરાનીના હાથે અમેઠીથી હારી ગયા હતા.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ નિવેદન માટે રાહુલ પર નિશાન સાધતા કહ્યું કે, અહેસાન ફરામોશ! આમના માટે તો દુનિયા કહે છે કે પોલો ચણો, વાગે ઘણો. જો કે આ પછી ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.