કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 3 મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂત નેતાએ ફરીવાર દિલ્હીમાં સંસદનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કેન્દ્ર સરકાર જો કૃષિ કાયદા પરત ન લે તો હવે સંસદને ઘેરવાનું એલાન કરવામાં આવ્યું છે અને આ વખતે 40 લાખ ટ્રેક્ટર પહોંચી જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમણે ખેડૂતોને આ કામ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે કારણ કે ગમે ત્યાં દિલ્હી જવાનું આહવાહન થઈ શકે છે.
રાજસ્થાનના સીકરમાં ખેડૂતોની એક મહાપંચાયતને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે ‘કાન ખોલીને સાંભળી લે દિલ્હી, આ ખેડૂતો ત્યાં જ છે અને ટ્રેક્ટર પણ ત્યાં જ હશે
નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂત આગેવાનો પોતાના સમર્થકો સાથે દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે અને કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી છે. સરકાર અને ખેડૂતો બંને ઘણીવાર કહે છે કે વાતચીતથી સમાધાન આવશે પરંતુ બંને પક્ષ વચ્ચે કોઈ વાતચીત થઈ રહી નથી
તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતો ઈન્ડિયા ગેટ પર વાવણી કરશે અને પાક ઉગાડશે. સાથે તેમણે એમ પણ કહ્યું કે સંસદને ઘેરવાની તારીખનું એલાન સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.