દેશમાં ફરી કોરોનાએ ઉંચક્યું માથું,8 રાજ્યોના 63 જિલ્લામાં કોરોનાએ વધારી ચિંતા

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી માથું ઉંચકી રહ્યું છે ત્યારે નવા કેસની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના 18327 નવા કેસ આવ્યા છે

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુમાં રોજ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શનિવારે કુલ કેસમાં 82 ટકા કેસ આ રાજ્યોના હોવાનું જાણવા મળી રહ્યું છે.

દેશના 8 રાજ્યોમાં 63 જિલ્લામાં કોરોના વાયરસ વધી રહ્યો છે. આ જિલ્લામાં સંક્રમણના કેસ જોતા લાગી રહ્યું છે કે અહીં સ્થિતિ ખરાબ છે. તેમાં ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ જેવા પહાડી રાજ્યોના કેટલાક શહેરો પણ સામેલ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે શનિવારે આ અંગે બેઠક કરી હતી. તેમાં આ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિને લઈને આંકડા રજૂ  કરાયા હતા. આ પરથી ખ્યાલ આવ્યો કે રાજ્ય સરકારે આ સંવેદનશીલ જિલ્લાની તરફ જ નહી પણ આ દરેક જિલ્લામાં જિલ્લા પ્રશાસનની તરફથી ટેસ્ટિંગનું કામ વધારવાની જરૂર છે. તેમાં બેદરકારી થવી એ ચિંતાનો વિષય છે.

બેઠકમાં જાણવા મળ્યું કે હરિયાણાના 15, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના 10-10, હિમાચલ પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 7, ગોવામાં 2 અને ચંડીગઢના 1 જિલ્લામાં કોરોના વાયરસના ટેસ્ટિંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આ જિલ્લામાં આરટી પીસીઆરની તપાસમાં પણ બેદરકારી જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.