હિન્દી અને બાંગ્લા ફિલ્મોના પ્રખ્યાત એક્ટર મિથુન ચક્રવર્તી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.
આજે કોલકાતામાં પીએમ મોદી બ્રિગેડ મેદાનમાં મહારેલી કરવા જઈ રહ્યા છે અને આ રેલીમાં મિથુન પણ હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે.
પશ્ચિમ બંગાળમાં રાજકારણ જબરદસ્ત ગરમાયું છે અને ભાજપની આજની રેલીમાં મોટું એલાન કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ અધ્યક્ષને જ્યારે પૂછવામાં આવ્યું કે શું મિથુન ભાજપના CM પદના ઉમેદવાર હશે? તો તેના પર દિલીપ ઘોષે કહ્યું કે પહેલા તેમને ભારતીય જનતા પાર્ટી જોઇન કરવા દો. માંને અત્યારે આ મુદ્દે કોઈ આઇડિયા નથી.
ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પીએમ મોદી આજે કોલકાતામાં પહેલી રેલી કરવા જઈ રહ્યા છે અને તે માટે બ્રિગેડ ગ્રાઉન્ડમાં જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.