ફીક્કી પડી સોનાની ચમક,વર્ષમાં 5686 રૂપિયા સસ્તુ થયું સોનુ

છેલ્લા 30 વર્ષોમાં સોનાની સૌથી ખરાબ શરૂઆત બાદ હજુ પણ સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં 3000 રૂપિયા સુધી સોનું સસ્તુ થયું છે અને સોનાની રંગત ધીરે ધીરે ઉડતી જોવા મળી રહી છે. આ મહિને અત્યાર સુધીમાં સોનું 2054 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. સર્રાફા બજારમાં 26 ફેબ્રુઆરીએ 24 કેરેટ સોનાની કિંમત 46570 રૂપિયા હતી. 5 માર્ચે સોનું 44516 રૂપિયા પર બંધ થયું હતું.

ઉલ્લેખનીય છે કે બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર 1991માં સોનાની શરૂઆત સૌથી ખરાબ થઈ હતી અને હવે 2021માં સોનાની સોથી ખરાબ શરૂઆત રહી છે.

સોનું છેલ્લા એક અઠવાડિયામાં 1460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. 1 માર્ચે તે 45976 રૂપિયા પર બંધ થયું હતું તો 5 માર્ચ સુધીમાં 5686 રૂપિયા સુધી સસ્તુ થયું છે.

આ વર્ષની વાત કરીએ તો ચાંદી 2255 રૂપિયા સસ્તુ થયું છે. ગયા વર્ષના તેના ઉચ્ચતમ ભાવની સાથે તુલના કરીએ તો ચાંદીમાં અત્યાર સુધી 10880 રૂપિયાનો ઘટાડો થયો છે. છેલ્લા વર્ષે 7 ઓગસ્ટે ચાંદી 76008 રૂપિયા કિલો હતી જ્યારે અત્યારે તે 65128 રૂપિયા પર આવી છે.

 

1. ઈમ્પોર્ટ ડ્યૂટમાં 2.5 ટકાના ઘટાડાની સાથે સીધી અસર ગોલ્ડ અને સિલ્વર માર્કેટ પર થઈ રહી છે.
2. ડોલર ઈન્ડેક્સ જ્યારે નબળો થયો ત્યારે સોનાનો ભાવ ચઢી રહ્યો હતો. હવે તે સ્ટેબલ થતો જોવા મળી રહ્યો છે. ડોલર ઈન્ડેક્સ 91 પર આવ્યો છે. તેની અસર સોનાના ભાવ પર થઈ રહી છે.

રોકાણના આધારે સૌથી સુરક્ષિત માનવામાં આવતું સોનું લોકોને રૂપિયા થોડા જોખમવાળી જગ્યા પર લગાવવાનું છે. જેમકે બિટકોઈન અને ઈક્વિટી. આ બંનેમાં રોરકાણકારોનો રસ વધી રહ્યો છે. ગોલ્ડ અને સિલ્વરનો રેશિયો ઘટતો જોવા મળે છે.

ઓછા ભાવ હોવાના કારણે પણ લોઅર લેબલ પર ખરીદી વધી રહી છે. જો આ કારણે સોનાના રેટમાં વધારો આવ્યો તો તે 46500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જઈ શકે છે. સોનાના રેટમાં ફેબ્રુઆરીમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સર્રાફા બજારમાં સોનાના રેટમાં 3000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો સોનું ઉચ્ચતમ રેટથી 11000 રૂપિયાથી વધુ સસ્તુ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.