બંગાળમાં ભાજપનો મોટો દાવ,મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ

પશ્ચિમ બંગાળમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી મમતા બેનરજીને જોરદાર ટક્કર આપી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઑ દાવા કરી રહ્યા છે કે આ વખતે બંગાળમાં ભગવો લહેરાશે ત્યારે ચૂંટણી પહેલા ભાજપે મોટો ખેલ પાડી દીધો છે.

ભારતીય સિનેમાના સુપર સ્ટાર મિથુન ચક્રવર્તી આજે પીએમ મોદીના મંચ પરથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા.

પીએમ મોદી કોલકાતા પહોંચે તે પહેલા મિથુન ચક્રવર્તી બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચ્યા જ્યાં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો. આ સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પણ લહેરાવ્યો હતો

મિથુન ચક્રવર્તીએ આ રેલીમાં એક બાદ એક ઘણા બધા ડાયલોગ પણ સંભળાવ્યા અને ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે હું અસલી કોબરા છું, ડંખ મારી દઇશ તો ફોટો બની જશો. તેમણે આગળ કહ્યું કે મને ખબર છે કે મારા ડાયલોગ તમને ખૂબ પ્રિય છે. તેમણે આગળ કહ્યું કે આજનો દિવસ મારા માટે સપના સમાન છે.

પીએમ મોદીના સંબોધન પહેલા મિથુન ચક્રવર્તીએ સંબોધન કર્યું અને કહ્યું કે અમે ગરીબો માટે કઇંક કરવા માંગીએ છે. અમે બંગાળમાં રહેતા દરેક લોકોને બંગાળી જ માનીએ છે તથા જે અમારા હક અધિકાર છીનવી લેવાના પ્રયત્ન કરશે તેમની સામે અમે ઊભા રહીશું.

પીએમ મોદીએ કહ્યું કે બંગાળે પરિવર્તન માટે મમતા દીદી પર ભરોસો કર્યો હતો પરંતુ તેમણે લોકોને ભરોસો તોડ્યો છે. આ લોકોએ બંગાળને અપમાનિત કર્યું છે. અહિયાંની બહેન દીકરી પર અત્યાચાર કરવામાં આવ્યા છે.

હું વિશ્વાસ અપાવવા આવ્યો છું કે અહિયાં નવયુવાનો, ખેડૂતો, ઉદ્યમીઓ અને અહીની બહેન દીકરીઓ માટે અમે 24 કલાક દિવસ રાત કામ કરીશું. પીએમ મોદીએ કહ્યું કે મારા શબ્દો લખીને રાખજો જે લોકોએ બંગાળનું છીનવ્યું છે તે બધુ જ પાછું આપવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.