કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કહ્યું છે કે ભારતમાં કોવિડ -19 રોગચાળો સમાપ્ત થવાની દિશામાં છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને રવિવારે કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસ રોગચાળો સમાપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે અને કોરોના રસીકરણ અભિયાનને રાજકારણથી દૂર રાખવું જોઈએ
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની બે કરોડથી વધુ રસી અપાઈ ચૂકી છે અને રસીકરણની ગતિ હવે દૈનિક ૧૫ લાખથી વધુની થઈ ગઈ છે.
તેમણે કહ્યું, “અમે અન્ય દેશોની તુલનાએ કોવિડ -19 રસીઓને ઝડપથી સપ્લાય કરી છે, જે સલામત છે અને તેમની અસરકારકતા સાબિત થઈ છે. પ્રારંભિક પરિણામોના આધારે, ભારતમાં ઉત્પાદિત આ રસી વિશ્વભરમાં લાગુ થયા બાદ સાઈડ ઇફેક્ટ્સના ખૂબ જ ઓછા કેસ સામે આવ્યા છે.
તેમણે કહ્યું, ‘ભારતમાં કોવિડ -19 રોગચાળો અંત તરફ આગળ વધી રહ્યો છે. આ તબક્કામાં સફળતા હાંસલ કરવા માટે, આપણે ત્રણ પગલા લેવાની જરૂર છે: કોવિડ -19 રસીકરણ અભિયાનને રાજકારણથી દૂર રાખીને, કોવિડ -19 રસીઓ સાથે સંકળાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ અને ખાતરી કરો કે તમારા પ્રિયજનો સમયસર રસી અપાય છે કે કેમ?”
છેલ્લા 24 કલાકમાં 18 હજાર 711 નવા કોરોના કેસ આવ્યા છે અને 100 લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે આ સમયગાળા દરમિયાન કોરોનાથી 14 હજાર 392 લોકો પણ સ્વસ્થ થયા હતા. આ અગાઉ શુક્રવારે 18 હજાર 284 નવા કોરોના કેસ નોંધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.