ગત દિવસોમાં મુંબઈમાં દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી લાદેલી સ્કોર્પિયો મળી હતી. શુક્રવારે સમાચાર મળ્યા કે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનું મોત થઈ ગયુ. હવે મનસુખના મોતના મામલામાં એટીએસએ અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે.
તપાસ એજન્સીએ આ મામલામાં અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કર્યો છે. આ મામલામાં એટીએસની કલમ 302, 201, 34, અને 120બી અંતર્ગત મામલો દાખલ કરાયો છે.
કાલે મુંબઈમાં જે જગ્યાએ મનસુખનો મૃતદેહ મળ્યો હતો. ત્યાં એટીએસે મુલાકાત કરી પુરાવા શોધવાનો પ્રયત્ન કર્યો છે. તપાસ ટીમ સમગ્ર ઘટનાને સમજ્યા બાદ ક્રાઈમ સીનને રિક્રિએટ કરશે.
હકિકતમાં મનસુખની ડેડબોર્ડી પર ઈજાના નિશાન મળ્યા છે. પરિવાર પહેલા જ હત્યાની શંકા વ્યક્ત કરી ચૂક્યું છે. એક ન્યૂઝ ચેનલે આ મામલાને સમજવા માટે ફોરેન્સિક એક્સપર્ટનો સંપર્ક કરતા તેમણે હત્યાની શંકા વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.