છથી આઠ ઇંચ લાંબા જવારાને પીસી તેનો રસ કાઢી પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન-કે, વિટામિન-બી, સી અને ઈ જેવાં પોષકતત્ત્વો હોય છે.
અત્યારે મેદસ્વિતાની તકલીફ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. ઘઉંના જવારાનો રસ મેદસ્વીપણું દૂર કરે છે. ઘઉંના જવારામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને ફાઇબર વધુ માત્રામાં હોય છે.
ઘઉંના જવારાના રસના સેવનથી પાચન પ્રક્રિયા બરાબર થાય છે. તેમાં ઘણા પ્રકારનાં એન્જાઈમ્સ જોવા મળે છે, જે શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે.
– ઘઉંના જવારાના રસનો વપરાશ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે હૃદયરોગનું જોખમ ઓછું હોય છે.
– ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી શરીરને સોજામાં રાહત મળે છે, તેની સાથોસાથ આંતરડાંના સોજા પણ ઘટાડે છે. અલ્સરેટિવ કોલાઈટીસ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.