કેનાલમાં શોધખોળ દરમ્યાન પિતાનો મૃતદેહ મળી આવ્યો,દીકરાની શોધખોળ હાથ ધરાઈ

ગઇકાલ સાંજના સમયે વાવના દેવપુરા મેઇન કેનાલમાં પિતાએ 3 વર્ષના દીકરા સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. થરાદ નગરપાલિકાના તરવૈયાઓએ પિતાના મૃતદેહને બહાર કાઢ્યો છે. 15 કલાક બાદ પિતાનો મૃતદેહ મળી આવ્યો છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયા છે.

આત્મહત્યા પાછળના કારણ માટે વાવ પોલીસે તપાસ હાથ ધરી છે. પિતા-પુત્રએ પુત્ર સાથે આત્મહત્યા કરી લેતા અનેક સવાલો પણ ઉદ્ભવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.