ઇક્કેટોરિયલ ગિનીમાં એક સૈન્ય બેરેકમાં વિસ્ફોટ,વિસ્ફોટના કારણે મૃત્યુઆંક 31 પહોંચ્યો

ઉલ્લેખનીય છે કે ઈક્કેટોરિયલ ગિની લાંબા સમય સુધી સ્પેનના ઉપનિવેશ તરીકે રહ્યું છે. આ આફ્રિકી દેશમાં ઓબિયાંગનું લાબા સમય સુધી શાસન રહ્યું છે. અહીંની આબાદી 14 લાખની આસપાસ છે.

રાષ્ટ્રપતિ તિયોદોરો ઓબિયાંગે પહેલા સૂચના આપી હતી કે 15 લોકોના મોત થયા છે અને 500 લોકો ઘાયલ છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે બાદમાં કહ્યું કે બાટા શહેરમાં એક બાદ એક વિસ્ફોટમાં 17 લોકોના મોત થયા છે અને 400 લોકો ઘાયલ છે.

સોશિયલ મીડિયા અને કેટલીક સરકારી ટીવીમાં આ ઘટનાના ધમાકાની તસ્વીર સામે આવી છે.  જેને જોઈને અદાજો લગાવી શકાય છે કે આ કેટલો મોટો વિસ્ફોટ હતો. તસ્વીરમાં બાટા શહેરની ઉપર મોટા ઘૂમાડાના કાળા વાદળો નજરે પડી રહ્યા છે.  ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.